Vishwambhari Stuti (FULL LYRICS) વિશ્વમ્ભરી સ્તુતિ

English

Vishvambhari Akhil Vishwa Tani Janeta
Vidhya Dhari Vadanma Vasjo Vidhata
Dur Buddhine Dur Kari Sadd Buddhi Aapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Bhulo Padi Bhavarane Bhatku Bhavani
Sujhe Nahi Lagir Koi Disha Javani
Bhase Bhayankar Vali Mann Na Utapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Aa Rankne Ugarva Nathi Koi Aaro
Janmand Chu Janani Hu Grahi Baal Taro
Naa Shu Shuno Bhagavati Shishu Na Vilapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Maa Karma Janma Kathni Karta Vicharu
Aa Shrushtima Tuj Vina Nathi Koi Maaru
Kone Kahu Kathan Yog Tano Balapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Hoon Kaam Krodh Madh Moh Thaki Chhakelo
Aadambare Ati Ghano Madthi Bakelo
Dosho Thaki Dushit Na Kari Maaf Paapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Na Shashtrana Shravan Nu Paaypan Pidhu
Na Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu
Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Re Re Bhavani Baahu Bhool Thayi Ja Maari
Aa Zindagi Thai Mane Atishe Akari
Dosho Prajali Sagla Tav Chhap Chhapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Khaali Na Koi Sthal Che Vina Aap Dharo
Brahmandma Anu Anu Mahi Vaas Taro
Shakti Na Maap Ganva Aganita Maapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Paape Prapanch Karva Badhi Vaate Puro
Khoto Kharo Bhagvati Paan Hoon Tamaro
Jadhyandhakar Dur Kari Sadd Buddhi Aapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Shikhe Sune Rasik Chandd Ja Ek Chitte
Tena Thaki Vividh Taap Tale Khachite
Vaghe Vishesh Vali Amba Tana Pratapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Shree Sadguru Na Sharanma Rahine Yaju Chu
Ratri Dine Bhagvathi Tujne Bhaju Chu
Sadd Bhakt Sevak Tana Paritap Chhapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Antar Vishe Adhik Urmi Thata Bhavani
Gaun Stuti Tav Bale Namine Mrudaani
Sansarna Sakal Rog Samula Kaapo
Mampaahi Om Bhagavati Bhava Dukha Kaapo

Gujarati

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

ભુલો પડી ભવરણે ભટકુ ભવાની
સુઝે નહી લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

આ રંકને ઉગરવા નથી કોઈ આરો
જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

માં કર્મ જન્મ કથની કરતા વિચારૂં
આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મારૂં
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે આતી ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ પાપો
મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો

રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો
મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો

ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો
બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતિ પણ હું તમારો
જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો
મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું
રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગે સમૂળ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો